GAU TECH 2023 EVENT HIGHLIGHTS



Day 1 Event Highlight

 

Gau Tech 2023 નો ભવ્ય અને અલૌકિક શુભારંભ.

🌐 GCCI ના ચેરમેન વલ્લભભાઈ કથીરીયાનો સાથ આપવા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, અને અન્ય સામાજિક, રાજકીય, અને ધાર્મિક મહાનુભાવો હાજર રહ્યા હતાં.

Gau Tech ની શરૂઆત બળદ રથ યાત્રા પર શ્રી વલ્લભભાઈ કથીરીયાના આગમન દ્વારા થઇ. ત્યારબાદ વલ્લભભાઈ કથીરીયા અને બધા મહાનુભાવોએ સાથે મળીને ગૌ ગાયત્રી યજ્ઞ કર્યો, અને Gau Tech 2023 નો શુભારંભ થયો.

⏰ સવારે 9:45 થી બપોરે 12:15 સુધી ગૌ સંવર્ધનના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા બપોરે 3:00 થી સાંજે 5:00 સુધી જૈવિક જંતુનાશક, જૈવિક ખાતરો અને પ્રાકૃતિક ખેતી વિષેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

📍રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત, ગાય આધારિત વ્યવસાયોના સૌથી મોટા એક્સપોનું ઉદ્દઘાટન સમારોહ બપોરે 05:00 કલાકે કરવામાં આવ્યો હતો.

🎉સંપૂર્ણ દિવસના ભવ્ય સમારોહ અને કાર્યક્રમો બાદ, સાંજે 8:30 થી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી, તથા લોક સાહિત્યકાર, મનસુખભાઈ વસોયાની પ્રસ્તુતિની બધા લોકોએ મજા માણી.

🙏એકંદરે, Gau Tech 2023 નો પ્રથમ દિવસ અલૌકિક અને અદ્ભૂત રહ્યો.


Day 2 Event HighLight

 

Gau Tech 2023 એક્સ્પોમાં છે જ્ઞાનનો ભંડાર,

અને આ જ્ઞાનના ભંડારનો લાહ્વો લેવા માટે શાળાના બાળકો એ Gau Tech એક્સ્પોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન બાળકો એ જાણ્યું ભારતીય સંસ્કૃતિમાં ગાયોનું મહત્વ, ગાયનો વિશેષતાઓ, અને મેળવી અગત્યની માહિતી ગાયના ગોબર અને ગૌ મૂત્ર માંથી બનતા પ્રોડક્ટ્સ વિશે.

બાળકોએ ગાયનાં દૂધ માંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સ વિશે, ગાયના ઘાસચારાની વિવિધ પ્રોડક્ટ્સ વિશે, ગાયના ઘાસચારાના વાવેતરની વિવિધ પ્રોડક્ટ્સ વિશે, પંચગવ્ય, વગેરે વિશેની આશ્ચર્યચકિત કરે એવી માહિતી મેળવી.

એકંદર, આ એક્સ્પો, બાળકોને ગાયો વિશે વધુ જાણકારી આપવામાં સફળ રહ્યો..


Day 3 Event Highlight

 

Gau Tech 2023 નો ભવ્ય દિવસ - 3

આ દિવસની શરૂઆત ગાયનું છાણ અને ગૌમૂત્ર ઉત્પાદનો વિશેના સેમિનાર થી થઈ, જે સવારે 9:45 થી બપોરે 12:15 વચ્ચે રાખવામાં આવ્યો હતો,

તઅને ત્યારબાદ બપોરે 3:00 થી સાંજે 5:00 ના સમયમાં ડેરી ઉત્પાદનો અંગે અદભૂત અને વિશેષ જાણકારી આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંજે 06:00 થી 7:00 કલાકે ગૌ માહત્મ્ય ઉપર પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ મુરારી સ્વામી, ઇસ્કોન, વૃંદાવન દ્વારા કથા કરવામાં આવી હતી.

અને દિવસનો અંત "રાજૂભટ્ટ પ્રસ્તુત સંગીત સંધ્યા" નું અલૌકિક કાર્યક્રમ થી કરવામાં આવ્યો.

એકંદરે, Gau Tech 2023 નો ત્રીજો દિવસ ભવ્ય અને યાદગાર રહ્યો.


Day 4 Event Highlight

 

Gau Tech 2023 નો દિવસ - 4.

સવારની અદભૂત શરૂઆત ગૌ શાળા વ્યવસ્થાપન, ગૌ છાત્રાલય અને ઇકો વિલેજ વિશે મહત્વની જાણકારી આપવા માટેના સેમિનાર થી થઈ, કે જે 9:45 થી બપોરે 12:15 વચ્ચે રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ બપોરે 3:00 થી સાંજે 5:00 ના સમય વચ્ચે એથ્નો-વેટરનરી અને આયુર્વેદિક મેડિસિન અંગે વધુ અને વિશેષ જાણકારી આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

GuaTech 2023 ના આખરી સંધ્યા કાર્યક્રમમાં સાંજે 8:30 કલાકે થી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કે જેમાં શ્રી ધીરુભાઈ સરવૈયા, શ્રી બિહારિભાઈ ગઢવી, શ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી હરેશદાન ગઢવી, અને શ્રીમતી રાધાબેન વ્યાસ એ ઉપસ્થિત રહી લોકોને મનોરંજન પૂરું પાડયું.

એકંદરે, Gau Tech 2023 નો ચોથો દિવસ ભવ્ય અને યાદગાર રહ્યો.